ઘૂંટણનો દુખાવો: કારણો, ઉપચાર અને ફિઝિયોથેરાપીના ઉપાય
ઘૂંટણનો દુખાવો સામાન્ય તકલીફ છે, જે નાના અને મોટા બન્ને ને અલગ અલગ કારણોથી થઇ શકે છે. આ દુખાવો ચાલવા, કામ કરવા અને રોજિંદા જીવનમાં અડચણ ઊભી કરી શકે છે. આને કાબૂમાં લાવવા માટે ફિઝિયોથેરાપી ખૂબ જ મદદરૂપ છે.
ઘૂંટણના દુખાવાના મુખ્ય કારણો
1.ઈજા:
લીગામેન્ટ ફાટી જવું (ACL ઈન્જરી).
મેનિસ્કસ ફાટી જવું.
ફ્રેક્ચર
2.સંક્રામક બીમારીઓ:
ઓસ્ટિઓઆર્થ્રાઇટિસ: સાંધાના કાર્ટિલેજનું ઘસાવ.
રુમેટોઈડ આર્થ્રાઇટિસ: સાંધામાં સૂજન.
3.વધારાનો વપરાશ:
ટેન્ડોનમાં ઈજા (જેમ કે જમ્પર knee).
એક જ કામ સતત કરતા શરીરના પેશીઓમાં થાક.
4.અન્ય કારણો:
ખોટી પોઝીશન.
વધારું વજન, જે ઘૂંટણ પર બોજ પાડે છે.
મુખ્ય લક્ષણો
ઘૂંટણમાં સૂજન અને જકડણ.
ધૂંટણ લાલ થઈ જવુ
વધારે પડતુ ગરમ અથવા ઠંડુ થવુ.
કમજોરી અથવા અસુસ્થતા.
ચાલવામાં કે સીડીઓ ચઢવામાં દુખાવો.
ઘૂંટણના દુખાવામાં ફિઝિયોથેરાપીનો પ્રભાવ
ફિઝિયોથેરાપી ઘૂંટણના દુખાવાને દવા વગર મેનેજ કરવાની અસરકારક પદ્ધતિ છે.
આ કેવી રીતે મદદ કરે છે:
દુખાવો ઘટાડવાના ઉપાયો:
સાંધાના દુખાવો સુધારવા માટે મેન્યુઅલ થેરાપી અથવા ઇલેક્ટ્રોથેરાપી.
સોજોને ઘટાડવા માટે ગરમ અથવા ઠંડા થેરાપી.
મજબૂત કરવાની કસરતો:
ઘૂંટણની આસપાસની પેશીઓ પર ધ્યાન કેન્દ્રિત કરો, (જેમ કે Quadriceps, Hamstring અને calf પેશીઓ) અને આમને મજબૂત બનાવાની કસરતો.
સાંધાની સ્થિરતાને સુધારવા.
પોસ્ચરમા સુધારણા:
* ચાલવા અથવા બેસવાની આદતોને બદલવી જે ઘૂંટણ પર તણાવ ઉમેરે છે.
જીવનશૈલીના સુચનો:
* બન્ને ધૂટંણ પર સરખો વજન લેતા શિખવાડવું અને ઘૂંટણ પર તણાવ ઘટાડવું.
* તરવું અથવા સાયકલિંગ જેવી ઓછા પ્રભાવવાળી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવો.
ઘૂંટણના દુખાવા અટકાવવા માટેના સૂચનો
* લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું અથવા ઊભા રહેવું ટાળો.
* ભારે વસ્તુ ઉંચકતી વખતે યોગ્ય ટેક્નિકનો ઉપયોગ કરો.
* કસરત કરતા પહેલા વૉમ અપ (સામાન્ય કસરતો) પછી સ્ટ્રેચિંગ.
* યોગ્ય ફૂટવેર પહેરો.
ફિઝિયોથેરાપિસ્ટને ક્યારે મળવું
* અઠવાડિયાં સુધી રહેતો સતત દુખાવો.
* ઘૂંટણને વાંકું કરવા અથવા સીધું કરવા માટે મુશ્કેલી.
* હલનચલન સાથે દુખાવો વધુ થાય છે.
* સીડીઓ ચડતા અથવા ઉતરતા દુખાવો થવો.
* સુજન લાંબો સમય સુધી રહેવો.